${fontLinkMarker}

ધોડિયા નો પ્રાચીન ઈતિહાસ

ગુજરાત રાજયની આદિવાસી જાતિઓમાં ધોડિયા જાતિ પોતાનું એક આગવું સ્‍થાન પોતિકી ધોડીઆ ભાષા તેમજ રિત-રિવાજો સાથે ધરાવે છે. ધોડીઆ જાતિના લોકો ખાસ કરીને ગુજરાતમાં તાપી નદીથી દક્ષિણે તેમજ મહારાષ્‍ટ્રમાં દક્ષિણ ગુજરાતને અડીને આવેલ મુંબઈ સુધીના પ્રદેશમાં વસવાટ કરે છે. ધોડીઆ જ્ઞાતિ અંગે જુદી જુદી દંતકથાઓ છે.

દંતકથા અનુસાર ધોળકા-ધંધુકા તરફથી આક્રમણખોરોથી બચવા દક્ષિણ ગુજરાતમાં આવીને વસી ગયેલા લોકો ધોળકા -ધંધુકા ઉપરથી અપભ્રંશ થતાં ધોડીઆ તરીકે ઓળખાયા.

જયારે અન્‍ય એક દંતકથા પ્રમાણે યાદવાસ્‍થળી પછી બચી ગયેલા યાદવોએ ઢોર ઢાંખર લઈને સ્‍થળાંતરીત થઈ દક્ષિણ ગુજરાતની તાન અને માન નદીઓ વચ્‍ચેના હરીયાળા પ્રદેશમાં વસવાટ કર્યો. તેઓ ઢોર ઢાંખરના વ્‍યવસયી હોવાથી ઢોર ઉપરથી અપભ્રંશ થતાં ઢોરીયા અને પાછળથી ધોડીઆ તરીકે ઓળખાયા.

પરંતુ જેને ભાષા, રિત-રિવાજો તેમજ પહેરવેશનું સમર્થન મળે છે એવી વધુ પ્રચલીત દંતકથા મુજબ મહારાષ્‍ટ્રના ધુળિયા તરફથી ધના અને રૂપા નામના બે આગેવાનો સાથે છપ્‍પન પરિવારોએ ગુજરાત અર્થે હીજરત કરી દક્ષિણ ગુજરાતના હરીયાળા પ્રદેશમાં વસવાટ કર્યો. ધુળીયા તરફથી આવેલ હોવાથી ધોડીઆ તરીકે ઓળખાયા. આ છપ્‍પન પરિવારો પ્રમાણે છપ્‍પન કુળ અસ્‍તિત્‍વામાં હતા, આ છપ્‍પન કુળ ઉપરાંત સમયાંતરે જેમનું જેવું કામ -વ્‍યવસાય કે જે તે અન્‍ય સમાજ સાથેનો નાતો તે પ્રમાણે જુદા જુદા કુળ અસ્‍તિત્‍વમાં આવ્‍યા હોવાનું મનાય છે. જે કુળ આજે છપ્‍પનથી વધીને સવા બસ્‍સોથી વધુ છે, જેવા કે કુંભારીયા, કચલીયા, કણબી, ખારવા, દેસાઈ, ગરાસીયા, નિતાતળીયા, વણજારીઆ, દળવી, છાહઢોળીયા, જોષી, મહેતા, બ્રાહ્મણ, ભટ્ટ, નાના રજપૂત, પ્રધાન, પાંચબડીયા, બંદુકમોડયા, વાણીયા, હાથીબળીયા, વાંસફોડા, વાડવા, કોલા, ઉંચાધાડીઆ, વૈરાગી, બાહુર ગરાસીઆ, ચટની ચોભડયા વગેરે.

કુળ સામાજીક બંધારણના એક એકમ તરીકે પણ કામ કરે છે. ધોડીઆ જ્ઞાતિની કુટુંબપ્રથાની મોટેભાગે સંયુકત હોય છે. કુંટુંબનું સંચાલન કુંટુંબના વડીલના હાથમાં હોય. કુંટુંબના વ્‍યવહાર પછી જે તે ફળીયામાં જેટલાં ઘરો હોય એનું એક સામાજીક સંગઠન હોય છે. ઉપસ્‍થિત થતા પ્રશ્નોમાં આ એકમો ન્‍યાયપંચ તરીકે પણ કામ કરે છે, ફળિયાના બંધારણનો ભંગ થાય તો તેનો ઉકેલ ફળિયાના સંગઠનમાં અને કુળના નિયમોનું ઉલ્‍લંઘન થયું હોય ત્‍યારે કુળના નિમયમોનું ઉલ્‍લંઘન થયું હોય ત્‍યારે કુળના આગેવાનો અને સભ્‍યો ભેગા મળી વ્‍યવહારીક ન્‍યાય તોળે છે. કુળના એકબીજાને ‘સગા‘ કહે છે અન્‍ય સંબંધીઓને ‘પોતિકા‘ કહે છે. એક જ કુળના વર-કન્‍યાના લગ્‍ન ઉપર પાબંદી છે. ‘ઘરડાં વિના ગાડાં ન ચાલે‘ની ઉકિતને અનુસરતાં ધોડીઆ જ્ઞાતીમાં વડીલોને સૌ અનુસરે છે, અને વડીલોના કાર્યભારમાં અનુભવની છાંટ હોય છે. ધોડીઆ સમાજમાં કુટુંબ વ્‍યવસ્‍થા ભલે પુરૂષપ્રધાન હોય પણ દીકરા-દીકરીનો ભેદ જોવા મળતો નથી., પારણે દીકરો જ ઝુલવો જોઈએ એવી મહેચ્‍છા રાખવામાં આવતી નથી. સમાજમાં બહેનોની ઈચ્‍છા

Dhana,Rupa
Dhana sigh -Rup singh

ધોડિયા જાતિનું મૂળઃ

ધોડિયા સમાજના બે વડીલ આગેવાનો પોતાના કાફલા સાથે આ ગામે આવી વસેલા તેથી એ ગામનું નામ બે’'જ અથવા બહેજ (બે જણાં) અને તે બે પિતૃઓ એટલે ધના અને રૂપા. આ બંન્ને પિતૃ દેવોની પૂજા દરેક કાર્યમાં થાય છે. ધોડિયા જાતિના 250થી વધુ કૂળો હોવા છતાં બધા જ કૂળ પરિવારો મૂળભૂત પિતૃઓને પૂજે છે. બારમું અને પર્જણમાં ધના-રૂપા પિતૃદેવને પ્રાથના કરવામાં આવે છે કે- આ તારાં બાળકો આવે છે તેને તારા ખોળામાં સમાવી લેજે. દુઃખ ન આપતા, હસતા-રમતા રાખજે અને તેમના પરિવાર પર આપત્તિ ન આવે તેનું ધ્યાન રાખજે.- કહી એક જ ડાલા (મોટો ટોપલો) માં તેમને ઢાંકવામાં આવે છે.

ધોડિયા જાતિનું મૂળ દક્ષિણ ગુજરાત સાથેની બીજી જાતિઓના સંબંધ ઉપરથી માલૂમ પડતું નથી. દુબળા શબ્‍દ દુર્બલ શબ્‍દનો અપભંશ છે. તે નામ તેમની પહેલાં ચઢી આવનાર આર્યોએ આપ્‍યું છે. કુંકણા લોકો પુરાતન કાળમાં કોંકણના કોઈ ભાગમાંથી આવેલા હોવાથી કુંકણા કહેવાય છે. ભીલી બોલીમાં ધુન્‍ડીનો અર્થ છાપરું થાય છે અને બીજો અર્થ નિંદવાની ખૂરપી પણ થાય છે, પણ ધોડિયા લોકો ખાસ કરીને ધુન્‍ડી શબ્‍દ વાપરતા નથી. છતાં જો એ શબ્‍દ ધુન્‍ડી (દ્રવિડ શબ્‍દ- ધૂડા જેનો અર્થ મોટું થાય છે.) પરથી આવ્‍યો છે અનુમાન કરી શકાય ? જો ધોડિયા લોકો આ દેશના પ્રાચીન કાળના રહેવાસી હોય તો દ્રવિડ પ્રજા તેમને ‘‘ ડોડડા’’ કહેતા હોયને વખત જતાં ડોડડા બદલાઈને ધોડિયા થયું હોય ? ધોડિયાનું ઢોડિયા પણ બોલાય છે.


ધોડિયાઓ કોણ છે ? કયાંથી આવ્‍યા ? તેમનો પ્રાચીન ઈતિહાસ શો છે ? વગેરે બાબતો અંગે કોઈ ચોક્કસ જુનો ઈતિહાસ મળતો નથી. પરંતુ છૂટા છવાયા પુરાવાઓ એકત્ર કરતાં એમ જણાય છે કે ધોડિયાઓ પ્રાચીન કાળથી કાં તો દક્ષિણનાં રાજયોમાં અથવા દક્ષિણ ગુજરાતમાં અસ્‍તિત્‍વ ધરાવતા હતા.

ખ્રિસ્‍તી યુગ પહેલાં ઉપરોકત પ્રદેશ દક્ષિણના રાજયનો એક ભાગ હતો, અને રાષ્‍ટ્રકુટ તરીકે ઓળખાતા લોકો તેમાં રાજય કરતા હતા. થોડા સમય પછી દરિયાઈ માર્ગે આવેલા આક્રમણખોરોના હાથમાંએ પ્રદેશ ગયોઉ પરંતુ પાછળથી બદામી ચૌલુકયો કે જેઓ તે વખતે દક્ષિણમાં રાજય કરતા હતાં. તેમના હાથમાં ફરી પાછોએ પ્રદેશ આવ્‍યો. ત્‍યારબાદ ચૌલુકયો ફેંકાઈ ગયો અને રાષ્‍ટ્રકુટો ઈ.સ. ૯મીથી ૧૩મી સદી સુધી સર્વશક્તિમાન બન્‍યા. ત્‍યારબાદ પછી આ વિસ્‍તાર ઉપરનો દખ્‍ખણના રાજાઓનો કાબૂ ચાલી ગયો.

તે પછી એ પ્રદેશ ધીમે ધીમે ગુજરાત રાજયમાં સમાઈ ગયો. આ રીતે ઉપરોકત પ્રદેશ તેના આખાયે ઈતિહાસ દરમિયાન દક્ષિણ, ઉત્તર, પૂર્વ તરફથી અને દરિયાઈ માર્ગે પશ્ચિમ તરફથી ઘણી ચડાઈઓનો ભોગ બન્‍યો.

ઘણાં યુધ્‍ધો અને ચડાઈઓના કારણે ધોડિયા જાતિની સ્‍થિતિ પાંજરામાં પુરાયેલા સિંહ જેવી થઈ ગઈ. આ પ્રમાણે ધોડિયાઓ એવા લોકો છે કે જેઓ આ પ્રદેશના અન્‍ય આદિવાસીઓની જેમ લડાઈ, ચડાઈ, દબાણ અને તાણમાંથી પસાર થયા હતા, એવી પરિસ્‍થિતિને કારણે તેમનામાં અસલામતીની સ્‍થિતિ ઉભી થઈ હશે, અને તેની અસરો તેમના સ્‍વભાવના લક્ષણોમાં દષ્‍ટિગોચર થાય છે.

ત્‍પત્તિ અંગેનો અચોક્કસ ઈતિહાસઃ


વારલી લોકો ‘‘વારલે નામે ઓળખાતી જમીન ખેડતા તે ઉપરથી વારલી કહેવાયા. ભીલ લોકો દ્રવિડ શબ્‍દ ‘‘ભિલ્‍લુ’’ ઉપરથી ભીલ કહેવાયા. જેનો અર્થ ‘‘બાણ’’ થાય છે. ભીલી બોલીમાં છાપરુંને ધુન્‍ડી કહેવામાં આવે છે. તેમાં રહેનારા તે ધુન્‍ડિયા- ધોડિયા ?

ધુન્‍ડિનો બીજો અર્થ નીંદવાની દાતરડી, ખૂરપી પણ થાય છે. ધોડિયા જાતિના લોકોએ ઓજારનો વારંવાર ઉપયોગ કરતા હોય તે પરથી આ જાતિનું નામ ધુન્‍ડિયા ધોડિયા પડયું હશે ? ઈ.સ. ૧૯૦૧નું બોમ્‍બે પ્રેસીડેન્‍સીનું ગેઝેટિયર પણ ઉપલી વાતનું સમર્થન કરે છે.

કેટલાક લોકો એમ માને છે કે, - ધૂર- શબ્‍દ ઉપરથી   ધોડિયા પડયું હશે. કારણકે આ જાતિનો મૂળ ઉધોગ ખેતીનો છે અને ધૂર- નો અર્થ ધૂંસરી એવો થાય છે. એટલે કદાચ એને કારણે ધોડિયા થયું હોય! વળી એકબીજા મત પ્રમાણે મુખ્‍યત્‍વે ખેતી ઉધોગ સાથે સંકળાયેલાએ લોકોને ધૂળ- સાથે હંમેશાં કામ પડે છે. કપડાનો રંગ જુઓ તો ધૂળ જેવો. શરીરનો રંગ પણ કંઈક એવો જ. ઘરની ભીંત, ઘરનું આંગણું પણ ધૂળવાળું હોય જ ... કદાચ એ પરથી ધૂળિયા- ધોળિયા- ધોડિયા એમ કહેવાયું હોય.

ઈ.સ. પૂર્વે ૧પ૦૦ના વૈદિક યુગમાં વેદમાં દસ્‍યુ અને રામાયણમાં નૈષધ જાતિઓનો ઉલ્લેખ આવે છે. તેમાંથી આ જાતિનો ઉદભવ થયો હશે, એમ પણ માનવામાં આવે છે.

પદ્મપુરાણમાંના એક ઉલ્‍લેખ ઉપરથી એવું માલૂમ પડે છે કે તે વખતે પણ હિન્‍દુસ્‍તાનમાં મૂળ રહેવાસીઓની જુદી જુદી જાતિઓ વસતી હતી, તે ઉપરથી એવું અનુમાન થાય છે કે દક્ષિણ ગુજરાતના મૂળ રહેવાસીઓ દ્રવિડિયન હતા. દ્રાવિડિયન જાતિનું મિશ્રણ પણ ધોડિયા જાતિમાં હોવું જોઈએ. તેની જુદી જુદી જાતિઓ બની હતી અને તેમાં ભીલ લોકો મુખ્‍ય હતા. લિંગ્વિસ્‍ટીક સર્વે તથા બોમબે યુનિવર્સિટીના જર્નલમાં પણ જે વાકયો છે તે ઉપરોકત મતનાં સમર્થનમાં સરખાવવા જેવાં છે.

Mr. Grierson who compiled the Lingaistic survey of India noticed these words (ધોડિયા બોલીના શબ્‍દો અને ભીલી બોલીના શબ્‍દો- નિબંધ લેખક) both in Bhili and Rajasthani dialects and stated that They may have been derived from either Dravidian or munda sources.

આ જાતિનાં દેખાવ અને રીતરિવાજોને ધ્‍યાનમાં લઈએ તો તેઓ શુદ્ધ જાતિ નથી. તેમનામાં વિવિધ આદિમ જાતિનાં તત્‍વો પ્રવેશ્‍યાં છે. તેમાનાં કેટલાક જાતે જ કહે છે કે તેઓ અર્ધા આદિવાસીઓ છે અને અર્ધા ગરાસીયા છે.