<%----%>

Dhodia.in

The Dhodia Family

Welcome to Dhodia.in

નમ્રતાપૂર્વક આપ સૌને જણાવવાનું કે- આ ગ્રુપ નો હેતુ આપણા સમાજના પૂજય વડીલોએ ધાર્મિક કાર્ય કરનારાઓ એ, જે તે પ્રદેશની વસ્તીજમાં સમાજ સુધારાઓ માટે, મુલ્ય વાન સંસ્કૃપતિના જતન માટે, માનવને વ્યનસન મુકત કરી, સાચા માર્ગે વાળવાનો, જે પુરુષાર્થ કર્યો છે તે આપણા સમાજના દરેક સભ્યોન જાણતા થાય, નવી પેઢીના બાળકોને ધોડીયા સંસ્કૃસતિના ઉચ્ચમ મુલ્યોુની માહિતી મળે -તેમ કરવાનો આ વેબ સાઈટનો નમ્ર પ્રયાસ છે.
આ વેબ સાઈટ માટે માનનીય શ્રી મંછારામ પટેલ -પૂર્વ ધારાસભ્ય નું પુસ્તચક ધોડિયા આદિવાસી જાતિની આદિવાસી બોલી 'Dhodia dilect' નું સંશોધન તેનું લોકસાહિત્યા અને ધોડિયા જાતિની સંસ્કૃીતિ વગેરેના સંશોધન-સંપાદન પુસ્તનક તથા શ્રી જ્ઞાનકિરણ સંપાદિત - ઐતિહાસિક દસ્તાીવેજી, અતિમુલ્યiવાન ગ્રંથ - વડલો-નું સૌજન્યધ લઈને, આ વેબ સાઈટની પ્રવૃત્તિ ચાલુ કરી છે. જેનો પવિત્ર આશય ધોડિયા સમાજની નાની -મોટી વ્ય ક્તિઓને યોગ્યલ માહિતી પહોંચાડતા રહેવાનો છે.
આ વેબ સાઈટનો અભ્યાડસ કરનાર સૌને નમ્ર વિનંતિ કે અહીથી બરાબર ચકાસીને માહિતી આપવામાં આવે છે. સંશોધનનો આધાર લઈને યોગ્યન માહિતી આપવાનો પ્રયાસ છે. છતાં તે સંપૂર્ણ જ છે એમ કહેવું વધારે પડતું ગણાય કંઈક અપૂર્ણ પણ હોઈ શકે તો એ અંગે આપના ધ્યાાનમાં તે આવે તો અમને જરૂરથી જાણ કરવા નમ્ર વિનંતી છે.
વેબ સાઈટ દ્વારા વિવિધ અવનવી માહિતી, ફોટાઓ સારી મેટર, સારા લેખ, વિડિયો ક્લી૫સ વગેરે હોય, મેળવી હોય, તો તે અમને મોકલતા રહેવા સૌને પ્રેમ ભર્યું અમારું નિમંત્રણ છે જ.
આપના સેવા કાર્ય વિસ્તા રમાં ધોડિયા સંસ્કૃોતિની જતન કરેલી કોઈ બાબત બને કોઈ વિશિષ્ટછ તેજસ્વી તારલાની ઉજજવલ કારર્કિદીનું કોઈ સર્જનાત્મત કાર્ય થર્યું હોય તો તેની યોગ્યશ સાચી વિગત પણ જાણ કરતા રહેશો. તો આ વેબ સાઈટ આપશ્રીનો આપશ્રીના સહકાર બદલ ઘણોજ આભારી થશે.
ધોડિયા સામજના દરેક સભ્યેજ આ ર૧મી સદીમાં શૈક્ષણિક રીતે સામાજિક રીતે સાંસ્કૃોતિક રીતે સારા નાગરિક ધડતરની રીતે મૂલ્યકવાન સંસ્કૃઈતિને જાળવી રાખીને વધુને વધુ આપણો સમાજ ઉન્ન‍તિ કરતો રહે તેમ કરવાનો આ વેબ સાઈટનો નમ્ર પ્રયાસ છે. આ કાર્યમાં આપનો શુભ સક્રિય સહકાર મળતો રહે તેવી નમ્ર વિનંતી કરું છું.
સંસ્કૃહતિના જતનની સાથે સાથે આપનો સમય અને સંપત્તિનું જતન પણ યોગ્યમ દિશામાં વાપરીને ઢોડિયા સમાજના શૈક્ષણીક ભવનો, સાંસ્કૃનતિક ભવનો આર્થિક શૈક્ષણીક સંકડામણ અનુભવતા. પરંતુ તેજસ્વીા તારલાઓને પણ સાચવી લેવાનું કામ આપણે કરાશું તો આવનાર પેઢી માટે જરૂરથી કાંઈક રહેશે એવા નમ્ર પ્રયાસ સાથે આપ ને પ્રણામ.....

                                                                                           -સ્વ.મંછારામભાઈ  નારણદાસ પટેલ(બારતાડ)

વ્હાલા ઢોડિયા જ્ઞાતિબંધુઓ તથા યુવાનોઃ

વડીલોના સ્‍નેહ અનેમાર્ગદર્શન વગર સમાજના વિકાસનો ન્‍યાય કરવો શકય નથી. કુંટુંબ હોય કે સમાજ-રાજય દેશમંડળ સંસ્‍થામાં વડીલોનું માન ઉચેયું હોય છે. તે માન સતા હોદા કે ઉમરના આધારે હોતુનથી. પરંતુ એમની વિશેષ પ્રતિભાના આધારે હોય છે. એવા વડીલોને વડલાની પણ ઉપમા આપીછે. આ ભારત દેશને આઝાદી મળ્યા પછી કેટલાક વડીલોએ કરવાની આપી છે. કેટલાક વડીલોએઅંધશ્રધ્‍ધા દુર કરવા પ્રયત્‍નો કર્યો છે. તો કેટલાક વડીલોએ શિક્ષકો બનીને સમાજમાંજ્ઞાન ગંગાનું નિરૂપણ કર્યું છે.

એવા વડીલોએ જેમણે સમયશક્તિનું મિલાવણ કરી સમાજને સુદઢ અને તંદુરસ્‍ત બનાવવામાં મદદરૂપ બન્‍યા છે. તેમનોઆભાર માની શકાય તેટલો ઓછો છે. એવા સમાજના વડીલોને કોટી-કોટી વંદન !!!


ભણતરની સાથે સમજણ આવતા ‘મોબાઈલ, કોમ્‍પ્‍યુટર કે લેપટોપનો ઉપયોગ કરતા કરતા’ આપણી ઢોડિયા જ્ઞાતિ, બોલી તથા સંસ્‍કૃતિનું સમજણ પૂર્વક ડીલીટ ન કરતા જાળવણી કરીશું. સર્ચ કરતા રહીશું અને રિસર્ચ કરશું. તો આવનાર પેઢી માટે જેમ વેદ માંથી વિજ્ઞાન મળ્યુ તેમ આપણને પણ ઝેરની સાથે સાથે મોતી અને અમૃત મળશે. જે આવનાર પેઢીને ખુબ આશીર્વાદ રૂપ થઈ પડશે. આનું રિસર્ચ કુલીન પટેલ વર્ષોથી મહેનત કરી રહયા છે. જેમનો ફાળો ખૂબ યશસ્‍વી અને દાદ માંગી લેનારો છે. જેની નોંધ અચુક લેવી ઘટે. 

                                                                                      - શ્રી વિનોદભાઈ તારાચંદભાઈ  પટેલ (વાછાવડ)

જે વ્‍યકિત પોતે કોઈ એક સ્‍થાન પર બેસીને નિઃસ્‍વાર્થ પર બેસીને નિઃસ્‍વાર્થ ભાવે નિષ્‍ઠાપૂર્વક પોતાનું કામ કરે છે, પોતાની ફરજ અદા કરે છે. એણે ત્‍યાર પછી પોતાની દેહના કે આત્‍માના કલ્‍યાણ માટે કંઈ જ કરવાની જરૂર રહેતી નથી. જેમણે જનસેવા એજ પ્રભુસેવાના મંત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યો છે. એમણે મંદિરમાં કે મસ્‍જિદમાં જવાની શી જરૂર ? એ જયાં બેઠો છે. તે સ્‍થળ તીર્થધામ છે. એ ત્‍યાં બેઠા બેઠા પ્રભુસેવા કરી રહયો છે. બેન્‍કમાં કે સરકારી કચેરીમાં કોઈ પ્રકારની માનસિક યાતના ભોગવ્‍યા વગર થોડીક મિનિટોમાં જ પોતાનું કામ પતાવીને બહાર નીકળતો માણસ જે આશીર્વાદ આપે છે. તેની તોલે તો ભગવાનના આશીર્વાદ પણ ફિકકા સાબિત થાય. વળી જયારે આ પ્રકારે વિના વિધ્‍ને અને વિના વિલંબે, નિઃસ્‍વાર્થભાવે કામ થાય છે. ત્‍યારે કામ કરનાર અને કરાવનાર બંને ઉંડા પરિતોષની લાગણી અનુભવે છે. જેણે આ પ્રકારનો આત્‍મસંતોષ મેળવ્‍યો છે. તેણે ત્‍યાર પછી કોઈ ઈષ્‍ટદેવનું સ્‍મરણ કરવાની જરૂરિયાત ઉદ્દભવતી નથી. કામને પૂજા ગણનારા માણસોને લીધે આ સમાજ ટકી રહયો છે. કામને પૂજા ગણનારા માણસોની આ સમાજને વધારેમાં વધારે જરૂર છે.

                                                                                                              --શ્રી મોતીભાઈ કે. પટેલ.(અલગટ)