${fontLinkMarker}
 
 
 

ઢોડિયાઓમાં રાત ઉજાણી

ઢોડિયા સમાજ પ્રકૃતિપૂજક જનસમૂહ છે . એટલે ઢોડિયાઓના તહેવારો - ઉત્ સવો પણ પ્રકૃતિ સાથે જોડાયેલા . પ્રાકૃતિક વિશ્વ સાથે સંલગ્ દેરક સજીવ - નિર્જીવ ચીજોને ઢોડિયા સમુદાય પૂજનીય ભાવ સાથે નિહાળે છે ., માનવજીવનને પ્રકૃતિની દેન તરીકે મૂલવે છે . ઢોડિયા સમુદાય માને છે કે પ્રકૃતિ પરમેશ્વર . બધી બાબતો પાછળનો તર્કએ પણ હોઈ શકે કે માનવસમુદાયની ઉત્ક્રાંતી જેમ જેમ થતી ગઈ પ્રમાણે આદિર્ધમની ઉત્ પત્તી થતી ગઈ અને માનવજીવને દેવોની કલ્ પના કોઈક વ્ યકિત વિશેષના સ્ વરૂપમાં નહીં પરંતુ પ્રકૃતિના જુદા જુદા તત્ વો કે જે માનવજીવનને સહાયભૂત થતાં એને દેવના સ્ વરૂપમાં સ્ થાપી એના તરફે આદરભાવ ભકિતભાવ દર્શાવવો શરૂ કર્યો . એટેલ સૂર્ય , ચંદ્ર , ધરતી , વાયુ , જળ અને જકી ઉત્ પન્ થતા ધાન્ યને દેવસ્ વરૂપે નિહાલી પૂજવાની શરૂઆત થઈ . વળી , પ્રકૃતિના અન્ સજીવ - નિર્જીવ તત્ વો કે જેના કારણે માનવજીવન ઉપર વિપરીત અસરો વર્તાતી એવા પ્રાકૃતિક તત્ વોના કોપથી રક્ષણ મેળવવા આવાંને પણ દેવનું સ્ થાન બક્ષી એની પણ પૂજા અર્ચના કરવાની પારંપારીકતા ઉદ્દભવી હોઈ શકે . એટલે આજે પણ ઢોડિયા જનસમુદાય હિંસક પ્રાણીઓ પી રક્ષણ પામવા વાઘદેવ , નાગદેવ વગેરેને દેવનું સ્ થાન આપી એનો હિંસક સામાનો નહીં પણ એના તરફે આદરભાવ દર્શાવી પૂજન અર્ચન કરે છે . ટૂંકમાં ઢોડિયા જનસમુદાય માનવજીવન સાથે સાંધણ ધરાવતી દરેક સુઃખદ કે દુઃખદ બાબતોને પ્રકૃતિ સાથે વણી લઈને પેઢી દર પેઢીથી પારંપારિક રીતરીવાજો કે ઉત્ સવો સાથે જીવન ને માણે છે .

દક્ષિણ ગુજરાતમાં ઢોડિયાઓ કુદરતી આપત્તીઓ સાથે રક્ષણ પામવા ઉતરતા ચોમાસે ભાદરવા માસમાં ‘‘ રાત ઉજાણ્ ની ‘‘ ની સામુહીક રીતે ધાર્મિક વિધી કરે છે . જેના સંવાહકો ગામના મુખ્ વડીલ વ્ યિકતઓ હોય છે અને વિધીકર્તા તરીકે હોય ગુઢવિધાઓના જાણકાર ભગતો . ‘‘ રાત ઉજાણ્ની ‘‘ ની વિધીનું ગામના દરેક ઘર માટે મહત્વ હોય છે . વિધીની તૈયારી પણ એક બે સપ્ તાહ અગાઉથી આરંભાતી હોય છે .

ઉતરતા ચોમાસે ભાદરવો માસ શરૂ થવાની તૈયારી હોય અથવા શરૂ થયો હોય ત્ યારે ગામના પટેલીયાઓ એટલે કે આગેવાનો નક્કી કરેએ દિવસે ગામલોકો ભેગા થઈ નક્કી કરે છે કે કયા દિવસે ‘‘ રાતઉજાણ્ની ‘‘ હાથ ધરવી અને આજ દિવસે એક વચન ગામના દેવસ્ થાને મુકવામાં આવે છે . વચન એટલે કે ગુઢવિઘાનો એક ભાગ એમ સમજી શકાય . વચનમાં ચોખા અને પૈસા વગેરે બાંધી દેવોને વિનંતીના બોલ સાથે દેવસ્ થાને મૂકરવામાં આવે છે . એટલે કે ‘‘ રાતઉજણ્ની ‘‘ સમયે દેવોને પધારવા માટે પ્રાથર્ના સાથેનું આમંત્રણ તે વચન એમ કરી શકાય .

રાતઉજાણ્ની નો દિવસ આવે ત્ યારે એક વ્ યકતી દરેક ઘરે ઘરે ફરીને જણાવે છે કે ‘‘ કાલ ઘર રમ્ નાં આય , કામ બન રાખુંના આય .‘‘ એટલે કે દિવસે સૌ પોતપોતાનું ખેતીકામ કે અન્ કામ બંધ રાખી રાત ઉજાણ્ની ના નક્કી સ્ થળે   હાજર થઈ ઉજવણી એટલે કે પૂજાવિધીની તૈયારી કરવામાં આવે , પૂજાવિધીની જગ્ યાં સાફસૂફ કરી ગાયના ગોબરથી લીંપવામાં આવે . ત્ યાં વિવિધ દેવી - દેવતાઓનું પ્રસ્ થાન કરવામાં આવે . કોઈ દેવની મૂર્તિ લોટમાંથી બનાવવામાં આવી હોય તો કોઈ દેવની મૂર્તિ માટીમાંથી બનાવેલ હોય તો વાળી કોઈ દેવની મૂર્તિ કાષ્ ટમાંથી નિર્મિત હોય . આમ વિવિધ પૂજનીય દેવોના પ્રતિકરૂપે વિવિધ આકારે સ્ થાપન કરવામાં આવે છે . રાતભર ગુઢવિઘાના જાણકાર ભગતો ઘુણતાં ઘુણતાં દેવોને રીઝવવા વિવિધ મંત્રોના ઉચ્ ચારણ સાથે દેવોને વિવિધ ચીજો અર્પણ કરતા હોય છે . વિધી શરૂ થાય એટલે જયારે ઉજવણી કરવાનું ઠરાવવામાં આવે ત્ યારે જે વચન જે તે દેવસ્ થાનકે મુકવામાં આવેલ હોય ત્ યાંથી લાવવામાં આવી . અત્રે સ્ થાપવામાં આવે છે આનો અર્થએ થાય છે . કે ગામના જે તે દેવસ્ થાન સાથેઆ પૂજાવિધી અનુબંધીત હોય છે , જે તે દેવો પણ પ્રાર્થના આમંત્રણનો સ્ વીકાર કરી વિધીસ્ થળે ઉપસ્ થિત થાય છે . એમ માનવામાં આવે છે . વચનો આવી ગાય પછી રાત ઉજાણ્નીની વિધી આગળ ધપે છે . વિધી દરમ્ યાન ભગતો ઘુણતા જાય અને ગાયણ સાથે સવાલ જવાબ જતા જાય . દેવોને રીઝવવા ભગતો મંત્ર - તંત્ર સાથે પૂજાવિધી કરતા કરતા હાક મારતા જાય કે ‘‘ હે દેવો   આજે એમ અમારી શક્તી પ્રમાણે તમોને ભોગ ચઢાવી પૂજા કરીએ છીએ , ગામ ઉપર કોઈ બિમારીઓ આવે એનું ધ્ યાન રાખજો ‘‘ આવી વિનંતીઓ થતી હોય અને વળી કંઈક ચડાવવાનું બાકી રહેતું હોય તો ભગત ઘુણતા ઘુણતા કહે કે ‘‘ આઝું કેંઈ રહઈ ગોયલાં   આય , આઝું માંગે તાય ,‘‘ ત્ યારે વળી ગાયણ સવાલ કરે કે ‘‘ કા માંગે તાય !‘‘ તો ત્ યારે વળી ભગત ઉત્ર આપતાં કહે ‘‘ મૌડાયો માંગે તાય .‘‘ એટલે દેવી - દેવતાઓને મહુડાનો દારૂ ચડાવવામાં આવે . જોકે હવે દારૂબંધી ના કારણે પરંપરાગત દેશી દારૂના સ્ થાને બહુધા ગાયનું દુધ , ઘી કે પછી ચા વગેરે ચડાવવામાં આવે છે .


દારૂ એટલે ઢોડિયા સમાજ માટે અનૈતિક ચીજ નથી પણ જન્ મથી લઈ મૃત્ યુ સુધીના રીતરિવાજોમાં પવિત્ર સમાગ્રી હોવાનું પરંપરાગત રીતરિવાજો દ્વારા જોવા માટે છે . ઢોડિયાઓમાં દારૂનો ઉપયોગ એક પરંપરાગત પવિત્ર પીણાં તરીકે થતો જેને અંગ્રેજોની કપટી નિતીએ અભડાવી ઢોડિયાઓને પવિત્ર પીણાંના ઉપયોગકર્તામાંથી દારૂડીયો બનાવ્ યા અને તેના કારણે દારૂ વગોવાયો અને છેવટે ઢોડિયા સમાજ ઉપર દારૂડીયાનું લેબલ લગાડી પીણાંની પવિત્રતા છીનવી ઢોડિયા સમાજને નીચો દર્શાવવાનું કાર્ય કરવામાં આવ્ યું . પરંતુ પાછળથી સસંસ્ કૃતિકરણના પ્રયત્ નો પણ આજે ભગતો દ્વારા કરી બતાવ્ યાં . જેા કારણે જે પવિત્રતા અભડાઈ હતી તેને મઘપાન નિષેધ દ્વારા વાળી લેવામાં આવી . છતા પવિત્ર એટલે અને પરંપરા એટલે પરપરાના કારણોસર કેટલેક સ્ થાને ધાર્મિક કે સામાજીક પ્રસંગોમાં મઘપના કેટલાંક લોકોમાં વર્જીત નથી .

રાત ઉજાણ્નીની પૂજાવિધી ભગતો દ્વારા લગભગ રાતભર ચાલતી રહે છે . ગામના બધા લોકો એકત્ર થયા હોય એટલે રીતસર ઉત્ સવનો માહોલ સર્જાયો હોય ત્ યારે વળી નાચગાન હોય એવું તે કેમ બને ! તૂર - થાળી કે અન્ પરંપરાગત વાઘોના તાલે સમૂહનૃત્ પણ હોય ! રાતભરની ધાર્મિક વિધિનો કર્તા - હતા . ભગત હોય . ભગત નો બોલ એટલે બ્રહ્મવચન . ભગતો ના આદેશ અનુસાર સૌ વર્તે . છેવટે જયારે વિધિનો અંતભાગ આવે ત્ યારે ભગતો કમરે કાપડના ટુકડાનો છેડો બાંધી ચોખા - ફુલ તેમજ અન્ પૂજા સામાગ્રીનો ખોળો ભરે . અન્ લોકો અન્ સામગ્રીઓ જેવી કે સ્ થાપિત મૂર્તિઓ વગેરે તેમ દરેક ઘરેથી કોઢ ( ગૌશાળા ) સફાઈ માટે વપરાતા ટોપલા અને કરસાટા લાવવામાં આવ્ યા હોય બધું . સમેટી લઈ ગામના પાદરે બધું મૂકી આવે . ત્ યારે રાતઉજાણ્ની પૂરી થઈ કહેવાય . પૂજા સ્ થળેથી બધું સમેટીને ગામના પાદરે મૂકવામાં આવે એને ઘોડીઆ ભાષકો ‘‘ કોઢ્ઢો કાઢવો ‘‘ કે ‘‘ ખાપરાં કાઢવાં ‘‘ કહે છે . બધી સામગ્રી અન્ બાજુના ગામે જાય એટલે ગામના લોકોઓને આગળના ગામે પહોંચાડે અરે રીતે ઉજાણી આગળ વધી જાય . આમ ગામના લોકો ‘‘ રાતઉજાણ્ની ‘‘ ની વિધિ બાદ કોઢ્ઢો કાઢે એટલે ગામના માનવા તેમજ પશુ સમુદાય ઉપરની સંભવિત બિમારીઓ કે આપત્તિઓ ગામની બહાર કાઢી મૂકયાની અનુભવે છે .

‘‘ રાતઉજાણ્ની ‘‘ સાથે ચોહેંટ જોગણી કે જે ઢોડિયા સમાજની ધાર્મિકતામાં વિશિષ્ દેવીનું સ્ થાન ધરાવે છે . તેનું મહત્ પણ વિશેષ હોય છે . મુખ્ યતઃ બિમારીઓથી બચાવના ઉપાય તરીકે ચોહેંટ જોગણીનું સ્ મરણ કરવામાં આવતું હોય છે . એટલે રાતઉજાણ્ની વિધિમાં પણ મુખ્ મૂજન દેવીનું હોય છે . ઉજવણી પણ દેવી તથા એની બહેનોના પ્રવાસ સાથે સંકલાયે છે . એમ માનવામાં આવે છે .

ચોંહેંટ જોગણી અને એની બહેનો એમ સાત દેવીઓ છે . ચોંહેંટ જોગાણ , ગોરી ગોહૂમાઈ , કાળીકાકાડ , ભૂરીમાદાણ , ખાપ્ પાર જોગાણ , દેવલીમાડી અને રૂહમેલ આમ સાત બહેનો . ચોહેંટ જોગણીનું દક્ષિણ ગુજરાતના મલવાડા ખાતે મુખ્ સ્ થાનક   માનવામાં આવે છે . મલવાડાથી સાતે બહેનો પોતાના ભાઇ કાળાકાકાડને ત્ યાં જવા પ્રવાસ ખેડે છે . કાળાકાકાડનું મુખ્ સ્ થાનક ઉનાઈથી પૂર્વમાં કાળાકાકાના ડુંગર ઉપર આવેલ છે એટલે દેવીઓનો પ્રવાસ મલવાડાથી કાળાકાકાડના ડુંગર સુધીનો હોય છે . તેથી જે ગામના લોકો રાત ઉજાણ્ની કરે છે . તેઓ પૂર્વ દીશામાં કોઠ્ઠો કાઢે છે . એમ માનવામાં આવે છે કે સાતેય દેવીઓ ખાંગે ખાંગે , ગામના ડીપે ડીપે વિશ્રામ કરતી આગળ વધે છે . એટલે પૂજાવિધિ ડીપે કરવામાં આવે છે . વળી એમ પણ માનવામાં આવે છે કે દેવીઓમાંથી રૂહમેલ વિકલાંગ છે એટલે એને ખોડી ભૂકણી તરીકે પણ ઓળખવામાં આવે છે . જયારે દેવીઓ ગામે પધારે છે ત્ યારે ગામ લોકો દેવીઓની પૂજાવિધિ કરે છે ત્ યારે ખોડીભૂકણી લોકોને કહે છે . હું ખોડી છું . તેથી મને ખંધાડ ( ઘરજમાઈ ) લાવી આપો તો મારાથી આગળ વધાય કારણ કે પગવાળા મારાથી જવાતું નથી તો ખંધાડ મને ઉંચકીને લઈ જાય . ત્ યારે ગામના લોકો દેવીના પ્રકોપથી બચવા કહે છે કે તમોને ખંધાડ લાવી અપાય એટલા અમે આર્થિક રીતે સમર્થ નથી તો તમને ઉંચકીને બીજા ગામ સુધી મૂકી આવીએ . આમ પૂજા સ્ થળેથી બધું સમેટીને ઉંચકીને બીજા ગામ સુધી મૂકી આવવા પાછળ ભાવ સમાયેલ છે .

રીતે પ્રતિવર્ષ મા દેવીઓના પ્રવાસ ટાણે ગામેગામના લોકો દેવીઓની પૂજા રાતભર કરીને એમને રીઝવવાનો પ્રયત્ કરે છે . પૂજાવિધિ રાતભર ચાલતી હોવાથી ‘‘ રાત ઉજાણ્ની ‘‘ તરીકે ઓળખાય છે . રાતભરની પૂજાવિધિ અને બિમારીઓથી નિરાંત મેળવવાની ઉજવણી એટલે ‘‘ રાત ઉજાણ્ની .‘‘

- કુલીન પટેલ

                                                                                                                                                      / ૧૦ / ર૦૦૮